Friday, 14 July 2017

ગઝલ

મટકુંએ પણ ટાળી બેઠા!
નૈનો  ચામર ઢાળી બેઠા!

તૂં  હી તૂં  ની લતમાં પરભૂ,
જાત અમારી ચાળી બેઠા!

પીડા મીઠ્ઠી  ઘૂંટી  લીધી
ને કાવો  ઊકાળી બેઠાં

આંસુડા હસતા આંખોમાં!
પાંપણને દૈ તાળી બેઠાં!

દડદડ સરતી  ધારે ધારે
શ્રીજી ચરણ પખાળી બેઠાં!

મનની મોજે રે'વું  જીવણ,
સમજણ અંદર ઢાળી બેઠાં!

અંધારા સંકોરી  ભીતર,
જીવનને  અજવાળી બેઠાં!

-----------હેમા ઠક્કર "મસ્ત "       4-7-17

No comments:

Post a Comment