બેઠા...
ગાગર કોની ગાળી બેઠા?
ગંગા જૈ ખંખાળી બેઠા!
કુંવા કાંઠે પાણી ભરતાં
પોપટ પીંછા વાળી બેઠા
મોટી ડાળી કેવી આંબે ?
તીખા મરચા ભાળી બેઠા
ખોટી-સાચી કે'વત કે'વી
સામે ધર,ધરવાળી બેઠા
રાણી રાજા,કે'વા જેવા
મારગમા કંગાળી બેઠા
હારેલી જી'વા બોલીલે
જીવન દાણા ચાળી બેઠા
પાંખો,પાપણ થર-થર ડરતા
પરખાતા બંગાળી બેઠા
રમણા કલકલ બોલી ઝરણા
કલકલ હારે ડાળી બેઠા
મારેલું મન ,પતઝડ આરે
યૌવન કાંઠે ટાળી બેઠા
મો વાળેલા માણસ ખોટા!
વન- ઉપવનને બાળી બેઠા
કોયલ રાણી ચકલી બોલી!
છાયે તડકો ઢાળી બેઠા?
માગેલો ઉત્સવ વાદળનો
ખરતા પાને બાળી બેઠા
ખાતી-પીતી હારી પેઢી
ગાતી ચાંચ વાળી બેઠા
નર-નારી વૈરાગી ડાળે
સાગર વૈ પંખાળી બેઠા
જાગૃતિ મારુ મહુવા " જાગુ"
તા-04-07-2017
સમય:-9:00 રાત્રે
No comments:
Post a Comment