Friday, 14 July 2017

સાંજી ગઝલ

🌷🌷🌷🌷🌷🌷🌷🌷
તા.4/7/17 ની તરહી રચનાના ચુનંદા શેરોની સાંઝી ગઝલ.
💐💐💐💐💐💐💐💐
સપનાઓને પાળી બેઠા
પાંપણના ચામર ઢાળી બેઠા!
      -હેમા ઠક્કર "મસ્ત "

ચ્હેરા ઊપર હસવું લૈને,
આંસુઓને ખાળી બેઠાં.
- મુકેશ દવે

આગમનિગમ ન્યાળી બેઠાં
ભીતર ભેદ શું ભાળી બેઠાં 
            ભરત ભટ્ટ

ના કાપો વૃક્ષોને દોસ્તો,
વૃક્ષોમાં વનમાળી બેઠાં
ડો  જિજ્ઞાસા

ખુદ ખુદ ને ઓગાળી બેઠા.
ઈચ્છા સઘળી ટાળી બેઠા.
       વિપુલ બોરીસા

પીડાઓ સૌ પાળી બેઠા
આંસુમાં ઓગાળી બેઠા
      --હેમા ઠક્કર "મસ્ત "

નાવ લઈ નખરાળી બેઠાં
ઊંડો સમદર પાળી બેઠાં
         ભરત ભટ્ટ

ભુવા પર વિશ્વાસ નથી તો,
બાબા ત્યાં બંગાળી બેઠા.
             મિત્ર રાઠોડ

કેવી છે જીજ્ઞાસા એને
સપનાને પણ પાળી બેઠા
         ~નીલ કુંભાણી

આંખો મારી ખાલી ખાલી,
થૈ ભીની, સંભાળી બેઠા.
   હ્ર્દયા

કુંવા કાંઠે પાણી ભરતાં
પોપટ પીંછા વાળી બેઠા
જાગૃતિ મારુ

હૈયા અંદર છાનાં છાનાં ,
પ્રેમીજનને પાળી બેઠા.
                -- દેવેન્દ્ર ધમલ

શેરીયત આવે શબ્દોમાં,
જૂની દારૂ ગાળી બેઠા.
-આભાસ

એવી કાતિલ નજરે જોયું,
પાંપણને કૈં ઢાળી બેઠા.
                -- દેવેન્દ્ર ધમલ

ડૂબ્યાં એવી ઝાકમઝોળે,
માનવતાને ચાળી બેઠાં.
- અકલ્પિત

શો અર્થ હવે પસ્તાવાનો ?
આમંત્રણ તો ટાળી બેઠા !
- હેમંત મદ્રાસી

           બારસાખની ઢળતી આંખે,
           સાંકળને પંપાળી બેઠાં.
    - ડૉ. ભાવેશ જેતપરિયા

મટકું પણ જે,મારી ન્હોતી,
પાંપણ કાં એ ઢાળી બેઠા?
@નટ્વર ટાંક  જૂનાગઢ.

શમણાંના આ જંગલ વચ્ચે,
જાત અમારી બાળી બેઠાં.
- મુકેશ દવે

પથ્થર જેવા શમણાં જોઇ
આંખોને ઓગાળી બેઠા
-હર્ષદ સોલંકી

જે એણે ના પાળ્યા વચનો
એને  ખુદને  પાળી  બેઠાં
         -- પૂનમ

વાતો કરતી નજરો દીઠી,
પાંપણ તેઓ ઢાળી બેઠા.
     - સંજય બાપોદરિયા 'સંગી'

અહીંયા બેઠાં ફુલો ખીલતા
સામે  તીર  શ્રીમાળી  બેઠાં
        -પૂનમ

લઈ પીડા સૌ કાળી બેઠા,
ઘાવ જુના પંપાળી બેઠા !
- હેમંત મદ્રાસી

જાગી જાગીને વાતો કરી
સ્વપ્ન આંખે ઢાળી બેઠાં
                       આકાશ...

દાણા જેમ દળાતુ જીવતર,
દાણા   કંકર   ચાળી   બેઠાં  
           -પૂનમ

આપે જાણ્યાં મનના ભાવો
જાગ્યા અરમાં ટાળી બેઠા.
માસૂમ

બેન્ચ પડી'તી ખાલી,સૂની
એને જઇ, દઇ તાળી બેઠા
-હર્ષદ સોલંકી

દર્દો સાથે હૈયું શેકી,
થોડા ગમને ગાળી બેઠાં.
               - કજલ

દુખ ની ચિંતામાં ના જાણે;
સુખની પળ પણ ટાળી બેઠા
              - સર્જક

જોવાની ઇચ્છા તો ખૂબ જ
તોયે પાંપણ ઢાળી બેઠા
- શબનમ

પાંપણ ભીની અડકી એવી
હૈયું આખું બાળી બેઠાં.
   -પરમ પાલનપુરી

સાજન તુજને જોવાને તો,
પલકારા સંભાળી બેઠાં.
-કીર્તિ રાઠોડ

આખેઆખું કોળું કાચું ,.
ખઇ પાછા ઊલાળી બેઠા
          - છાયા બારોટ

દિ રાત જ બસ નામ જપુ હું,
માળા તો સંભાળી બેઠાં.
-કીર્તિ રાઠોડ

આંબા ડાળે માળી બેઠાં,
કેસરને  પંપાળી   બેઠાં !         
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત

'વૃક્ષો વાવો'  નારા સાથે,
ગામે ગામે માળી બેઠાં.

ભાવિક આઇ. ધમલ
'ઇસુનંદ'

માતા પિતા વૃદ્ધાશ્રમ માં
ઘર માં સ્વાનો પાળી બેઠા
                        મૌન

જાગ્યા જેવા દોડ્યે રાખ્યું
જીવન એવું ઢાળી બેઠા.

           "નિરાશ"

ખીસ્સા ખાલી હોય ભલેને
મૂછોને તો તાણી બેઠા.
  હ્ર્દયા

માણસ બનવા જાતો કેવી ,.
વે'વારોમા ઢાળી બેઠા.

ડૉ .સત્યમ બારોટ

કાયમ પૂજયા કરતા લોકો
પથ્થરમાં શું ભાળી બેઠા.

શૈલેષ પંડ્યા

સૂરજ ઊગ્યો સોનાનો ને,
સુખની સીમા ભાળી બેઠાં.

કાજલ કાંજિયા "ફિઝા"
💐💐💐💐💐💐💐💐
સંકલન :- દેવેન્દ્ર ધમલ
              ભરત ભટ્ટ 'તરલ'
💐💐💐💐💐💐💐💐

No comments:

Post a Comment