Friday, 14 July 2017

ગઝલ

*તરહી*
*સપનાઓને પાળી બેઠાં*
*પાપણને   પંપાળી   બેઠાં*

ના   મળ્યો  કોઈ  ખંભો  તો,
ખુદને   જો   સંભાળી  બેઠાં

ભમરા   લૂંટે   ફોરમ  ને  આ,
કાંટા    સાથે    માળી   બેઠાં .

ફૂલો      બીડાયા    જાણીને,
ભમરાને     સંતાળી     બેઠાં.

ટાઢો  ચૂલો  ઊની  રૈખા(રાખ)
જમવા   લઈ   થાળી  બેઠાં.

ગમતાં 'તા એ ખુદથી જાજા,
તેથી    ભૂલો   ટાળી    બેઠાં. 

રોજે  જોવાં  ગમતાં   એવાં,
સ્વપ્નાને  પણ  પાળી   બેઠાં.

સૂરજ   ઊગ્યો  સોનાનો  ને,
સુખની  સીમા  ભાળી  બેઠાં.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment