Saturday, 29 July 2017

ગીત

બે  અક્ષર નું નામ...

         

ડીસા...આમ તો બે અક્ષર નું નામ
મારુ વહાલું ગામ...

આમ તો દિલ હૈયું અને પ્રેમ પણ બે અક્ષર ના જ અને આ બધું ડીસા ના સ્મરણો સાથે ધબકે છે આજ...

ગાંધીચોક માં છૂટતાં ઉંટગાડાં અને બળદગાડાં...ના દ્રશ્યો નું વિસ્મય હજુ અકબંધ છે

ચોરૈયા બજાર માં ફેલાયેલું બજાર જાણે કે  ચૌટા બજાર...

કુતુબ મિનાર જેવો હવાઈ પીલ્લર...છબી બની ને ટીંગાય છે સ્મૃતિ માં...

જ્યોર્જ ટોકીઝ નો શો છૂટ્યા પછી વાગતી રેકોર્ડ ના અવાજ હજુ સંભળાય છે કાન માં...

એસ.સી.ડબલ્યુ. હાઈસ્કૂલ ના મેદાન માં વીતેલું બાળપણ ભીનું બની તરવરે છે આંખ માં...

ઓપન એર થિયેટર માં જોયેલા કોલેજ ના નાટક હજુ ટકી ગયા છે મન માં...

હોલટિંગ..કોપ..તેરમી નાળા ..રસાલા...હજુ શબ્દકોશ માં શોધું છું...

આખોલ અને કૂંપટ ના.મેળા અમારે મન તરણેતર ના મેળા...

શિવાજી નો આઇસ્ક્રીમ કે ગોપી નો શિખંડ ..કે દયારામ નો દિલબાર...જીભ નો જલસો...

ગોળીવાળી સોડા નો ફૂટતો
અવાજ દબાઈ ગયો છે આ શહેર ના ઘોંઘાટ માં....

બે અક્ષર નું નામ ડીસા..
બે અક્ષર ની યાદ....
 
        ------શ્રેણિક વિદાણી

No comments:

Post a Comment