Saturday, 29 July 2017

૩, ગીત

[7/23, 8:35 AM] Anil Vala: આલો ઊર્ફે અાલકો ઊર્ફે આલા નથુ નાનજી....

મુંઈ! બોવ અઘરો મૂંવો છ અોલ્યો આલકો...
જીવને અડી જાય અેવી અે નજરુંની મારે છે મધમીઠી છાલકો...

અેની તો અાંખ્યુ છે કે,છે જાણે ત્રિકમ, કોદાળી ને પાવડા
બળુકો અેવો કે બંડી ના પે'રે ને દેખાડે પોતાનાં બાવડાં....

મારું નસીબ અેના માથા પર ચોટ્યું હો અેવો તબકે છે અેનો તાલકો...
મુંઈ! બોવ અઘરો મુંવો છ અોલ્યો આલકો....

આફુડી આફુડી ઇચ્છા જાગે છે અેને ચોરા પર જઇને જોવાની
મુંને લાગે છે કે મારાથી મુંઇ હું તો કોક દિ હાથ મારાં ધોવાની...

મુંવાનું રૂપ જ છે અેવું અલબેલું કે મેં જ હવે મારાથી ફાડ્યો છે ફાલકો....
મુંઈ! બોવ અઘરો મુંવો છ અોલ્યો આલકો....

               - અનિલ વાળા
[7/23, 2:54 PM] ‪+91 76003 14109‬: 'લી રમતુડી નેડો સે અેવું નીં હમજતી...
મેં તો ખાલી  ઊભતેલો'તો ઉગતેલા હુરજને જોતો તારાં ઘરને નાકે....

મેં પીધલો તો મુડો થોડો,
તેં પીધલી તી તાડી...
વાંઝિયા તાડે ઊભલી તી તું
તે હુંઅે લીધો ફોટો પાડી...

તી રમતુડી તું ઝોલે સડી જે'લી
તને તાકતેલો મેં ઇમ કે ધોળો ધમાસ વેલો તાકે..

જોડી જામી જાય રે સોડી
જો બોલતેલાં કર્ય ધડિયાળા
ભંભલી મેં તો ભરતેલોને તું
રમકાવતેલી બાયણે તાળા...

તું રાખતેલી ના જીવને તાળા
હું આવતેલો બસ અાવતેલો હું કડિયાળાને થાકે....

- અનિલ વાળા
[7/24, 5:47 PM] Anil Vala: આજે રઘલો હો....

બુસકોટની બાંયે લૂછે , શેડા આવે સૂંડો
મન્નાડેનું ગીત સાંભળી રઘો હલાવે મૂંડો...
રે ભાઇ રઘો હલાવે મૂંડો...

રાગ ઘણો શાસ્ત્રીય પણ જો ગાવાનું આરંભે તો કૂતરાં ભેગા થાય
રોજબરોજી સપનામાં સુંદરીઅો સાથે લગન કરે છે રઘલો નવી નવાઇ...

કાકા અેવું કે'તા'તા કે રઘલો તો છે ગુંડો...
રે ભાઇ રઘો હલાવે મૂંડો...

રઘલો કાચી કેળ સમો પણ પરણીને તરત જ થૈ ગ્યો અે અેક રાતમાં વૃધ્ધ...
સાહેબ કે'તા હતા રઘાને નહીં આવડે ગુજરાતીનું ઉચ્ચારણ અણિશુધ્ધ...

રઘલો કોરો ચેક રઘાજી હૂંડી છે કે હુંડો?
રે ભાઇ રઘો હલાવે મૂંડો...

                  - અનિલ વાળા

No comments:

Post a Comment