Saturday, 29 July 2017

ગીત

મધુરાયનો હરિયો*

મધુરાયનો હરિયો...
સાવ નાનકું ઝરણ હતું તે અેક રાતમાં બની ગયો રે દરિયો...
મધુરાયનો હરિયો...

કાન વિશે અે કાંઈ ન જાણે મકાન અેનું પડતું
ઇંટો સાથે આમ જુઓ તો ખૂબ જ અેને ભડતું...

સોનલ નામ કેફલ ચીજનો બની ગયો સાંવરિયો...
મધુરાયનો હરિયો...

ટપાલ અાવે લીલા રંગની અેમાં અે અટવાયો
નરસીં મ્હેતો વાંચી અેણે રાગ મલ્હારો ગાયો..

અેનાં સપનાંમાં અાવે છે રોજ રૂપકડી પરીઅો...
મધુરાયનો હરિયો...

               - અનિલ વાળા
* વાર્તાકાર મધુરાય સર્જિત પાત્ર હરિ

No comments:

Post a Comment