છે અઘોરી મન પણ સાલું,
ઈચ્છા મુજબ વર્તી લે છે.
એવું કેવું અચરજ છે એ
મનમાં મનમાં ઝૂમી લે છે
પાઈ પાઇ બચાવી ત્યારે,
કોઈ કપાતર લૂંટી લે છે.
સઘળી ઈચ્છા હોમી દીધી,
હૃદય ત્યારે જ ઘુમરી લે છે
ઝાંખા દિવા ઝાંખી જ્યોતિ,
કોઠો ત્યારે ઠુમરી લે છે .
કોણે કોણે વેઠયા જુલમ,
ભૂગોળ આખી વૃદ્ધ ડીલે છે.
રાડ મચાવો શોર મચાવો,
સાંઢ અમારો રોજ ખીલે છે.
અમે અમારા મનના રાજજા,
મન અમારું ,મંજિલે છે .
જેની જેવી મરજી રાણી,
મન મારું તો એક બીલે છે.
એય દરિયા જેવી જ છે ભઈ,
ઉચકી ઉચકી ફેંકી દે છે .
કહત કબીરા સન ભઈ સાધુ,
આંખ આડા કાન સુણી લે છે.
સાવ નખરાળી થઈ ગઈ છે એ,
વાંધે વચકે વેલણ એ લઈ લે છે.
ધીરો ભોજો અખો બખો સૌ,
એમજ અમથું કઈ બકે છે?
વીનું બામણિયા"અતીત"
No comments:
Post a Comment