Friday, 14 July 2017

ગઝલ

તા. ૧૨-૧૨-૨૦૧૬

ઘોર અંધારે પડી આમ જ કદી,
જિંદગી ઠેબે ચડી આમ જ કદી.

જે નડ્યા ઉમ્રભર મને મારા હતા,
પારકાને ક્યાં પડી આમ જ કદી.

એમ એ કોડી સમા બસ  થઈ ગયા,
બેવફાઈ છે નડી આમ જ કદી.

હાય, રમતા બસ શરારત થઇ ગઇ,
ક્યાં મને છે એ અડી આમ જ કદી.

નાથવા ઈચ્છા સરીખા નાગને,
મેં પછી ફેંકી દડી આમ જ કદી.

"જયલા"

No comments:

Post a Comment