વાંચે છે મોબાઈલમાં વોટસઅપના ટહુકા સૌ,
પ્રોફાઈલમાં દિલ રહે રાચતું,આંખોને કોઈ નથી વાંચતુ
બીજાના મેસેજને ફોરવર્ડ કરીને પછી દર્શાવે પોતાની જાતને
સામેથી રીપ્લાય આવે જો ફાસ્ટ,એમાં શોધે છે મનની ભીનાશને
લાગણીના મૃગજળમાં મારે છલાંગ પછી મન નથી ઠેકાણે આવતું,...આંખોને કોઈ નથી વાંચતુ
વોટ્સઅપની ચેટીંગ તો દરિયાનું નીર, કદી મીઠું લાગે તો કદી ખારું
તૂટે તડાક દિલ નાનકડી વાતમાં,અજવાળે લાગે અંધારું
હૈયાના ટચસ્ક્રીન ઉપર લખી દે કોઈ,'તારા વિના જ નથી ફાવતું'
આંખોને કોઈ નથી વાંચતુ
ચેટીંગની ગલીઓમાં ભટકી પડ્યો છે પેલો જશોદાનો નટખટ ગોવાળીયો
રાધા કે ગોપીના મળવાના ચક્કરમાં કાનુડો થઇ ગયો પાળીયો
વાંસલડી ડોટ કોમ ઓપન કરો તો હવે મનગમતું શમણું સતાવતું
આંખોને કોઈ નથી વાંચતુ
.....વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment