Friday, 14 July 2017

ગઝલ

મને કઈ રીતે હું  વિચારું ગુરુજી,
યા તો કઈ રીતે કેમ ધારું ગુરુજી.     

ન  વેઠી  શકાતું  ન  ડામી  શકાતું,
અગોચર છે ભીતરનું ઘારુ ગુરુજી.

અહોનીશ આંખો  ખૂલી છે બતાવો,
છે ક્યાં એ સ્વરૂપ ન્યારુ ન્યારુ ગુરુજી.

એ  રીતે હું  લોઢું  અને હું જ  ભઠ્ઠી
કહો, કઈ રીતે  આગ  ઠારુ ગુરુજી?

નજર સામે આકાશ આખ્ખું પડ્યું છે,
હું  પંખી  છું  પાંખો  પ્રસારુ ગુરુજી.

ન આ પાર ચાલુ ન ઓ પાર નીકળું,
તો  શું  કામનું ખોડીબારુ ગુરુજી ?

વિકટ પંથ ને જળ છલોછલ ભરેલી
આ ગગરી હું ક્યાં જઈ ઉતારું ગુરુજી

            ભરત ભટ્ટ

No comments:

Post a Comment