હવે આંખને આસું ક્યાં છે ગુરુજી,
આ સાચું હવે સાચું ક્યાં છે ગુરુજી.
સમય નામની એક ધૂણીમાં ધખુ છું.
બધી યે ક્ષણો સાધુ ક્યાં છે ગુરુજી,
હું બાવન સમંદરની વચ્ચે ઊભો છું,
તમે જે કહ્યો- ટાપુ ક્યાં છે ગુરુજી.
કીડીઓ બધી એકકાને સૂણે છે,
કહો,ગોળનું ગાડું ક્યાં છે ગુરુજી.
અહોનીશ દર્શન કરું હું જ મારું
તો અંધારું -અજવાળું ક્યાં છે ગુરુજી
ભરત ભટ્ટ
No comments:
Post a Comment