Friday, 14 July 2017

અછાંદસ

મન

મારા હાથ માં ક્યાં છે મન મારુ ?
       કંઇક કહું તો બહેરુ થઇ જાય છે
ને લગામ બધી રાખે એના હાથ માં
           પછી દોડ્યા કરે,
            અંધાધૂંધ જ્યાં-ત્યાં
          દોડવા દઉં ત્યારે,
           બીજુ શું કરું ?
હારે થાકે ત્યારે આવે પાછું
  ને અજંપા ની પથારી માં સુવે
            પછી ફેલાવે,
           ભયાવહ શાંતિ
ને જુએ  એની નજર સામે
તરફડી ને મરતા સ્વપ્નો ;
પણ હિમ્મત ન હારે કદી,
ફરી પાછી પહેરી લે
    આશાઓ ની પાંખો
ને ચાહ્યુ જે એ મેળવવાની
     કરી મૂકે અંધાધૂંધ દોડ......

પૂર્વી બ્રહ્મભટ્ટ

No comments:

Post a Comment