દિલના દર્દની પણ ક્યારેક હદ થાય છે
જેમ અર્થ સઘળા શબ્દમાં અટવાય છે
તન્હા આકાશની રોવાની અંતરની ઈચ્છા
આગાહી બની આ વાદળમાં અટવાય છે
ને વાયરો મુંજાય જેમ વાવાઝોડા વચ્ચે
અધ્યાત્મ આમજ સંસારમાં અટવાય છે
તાજી તાજી અફવાના ગરમ બજારમાં
ઠંડુ થઇ સત્ય સાબીતીમાં અટવાય છે
મુજ "પરમ"આશાઓના જંગલમાં રોજ
આ "પાગલ" કેડી જ રસ્તામાં અટવાય છે
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment