Monday, 17 July 2017

ગઝલ

ગઝલ - ખુદા જાણે

છબી  કોની  હતી  ભીંતે  ખુદા   જાણે
પછી  ખીલ્લી  રડી  રાતે  ખુદા   જાણે

અમે આવ્યા પછી ચાલ્યા ગયા ક્ષણમાં
મરણ નામે  વળ્યાં  રસ્તે  ખુદા   જાણે

બધા   દુઃખો  સહન  કર્યા   જીવન   રૂપે
કરમનું  ફળ   હશે   અંતે   ખુદા   જાણે

ચહેરો   જોઈ    લીધો   એટલે    પૂરું ?
હ્રદય   માપી  શકું  જાતે   ખુદા   જાણે

ફરિયાદો   કરી   છે     મેં   બધા   વચ્ચે
મને  છોડી  ગયા    રસ્તે   ખુદા   જાણે

નથી  આત્મા  અને હું  પણ બધા વચ્ચે
હવે  છું  જીવતો  હું?  તે  ખુદા   જાણે

દિપક સોલંકી "રહીશ"

No comments:

Post a Comment