Saturday, 29 July 2017

ગઝલ

*નાજુક પળોના સ્કંધની—મનોજ ખંડેરિયા*

વાત અટકી ગઈ અહીંથી ગંધની,
ફૂલ સાથેના  ઋણાનુબંધની.

આ ઘટા અંધકારની ઘન  ઘોર છે,
દ્રષ્ટિ જાણે વિસ્તરી છે અંધની.

ભાર યુગનો ઊંચકી ચાલે શકે,
શક્તિ શી નાજુક પળોના સ્કંધની.

ફૂલની આશા હવે શું રાખવી?
ડાળ તૂટી ગઈ બધા સબંધની.

રેશમી અવસાદ *વીંટાઈ* વળ્યો,
આજુ બાજુ યાદ બાજુબંધની.

No comments:

Post a Comment