Saturday, 29 July 2017

ગઝલ

બળું શું?

હાંક  ના  દે, કાન ફૂટલા, સાંભળું શું?
તું ન ભળવા હોય રાજી તો ભળું શું?

પીઠ પાછળ ઘા કર્યો દોસ્તે, કહેજો!
દોસ્તને  છોડી હું  દૂશ્મનથી હળું શું?

અપ્સરાઓ એષણાની ખૂબ પજવે!
હું ન વિશ્વામિત્ર છું તો પણ ચળું શું?

કોઈ  પણ  રસ્તે  તને  પામી શકું ના
તો તને પામ્યા વિના પાછો  વળું શું?

આગ  અંગૂઠે  તમે ચાંપી  દીધી છે!
હું લઈને સાથ  હરિયાનો  બળું શું?

- હરિહર શુક્લ
  ૨૨-૦૭-૨૦૧૭

(રિવ્યુ માટે)

No comments:

Post a Comment