Friday, 14 July 2017

અછાંદસ

બોલો

આંખને   પાંખ  હોય   છે  બોલો!
આગને   રાખ   હોય   છે  બોલો!

કંટકો   શું   ઉગી   જશે    આંબે?
બાવળે   સાખ   હોય  છે  બોલો!

ભીંજવીને    મૂકેલ  સ્વપ્નો   પણ
જઇ બળી, ખાખ હોય છે બોલો!

આંખમાં   અશ્રુઓ   અને    ચ્હેરે
રોજ   વૈશાખ   હોય   છે  બોલો!

ક્યાં  સફળ  થાય છે કહો એકકે?
એષણા  લાખ   હોય   છે બોલો!

વેશ   હજ્જાર   કાઢી  આવે  તું!
માત્ર   બે   આંખ હોય છે બોલો!

ઝાંખી   કરવી  કઈ  રીતે હરિયા?
આંખમાં   ઝાંખ  હોય છે બોલો!

- હરિહર શુક્લ
  ૦૯-૦૨-૨૦૧૭
  ૧૩-૦૭ ૨૦૧૭

No comments:

Post a Comment