માનવધર્મ સિવાય
ધર્મથી મોટું કોઈ પણ પાપ ક્યાં છે ?
ધર્મથી મોટો કોઈ પણ શાપ ક્યાં છે ?
ધર્મને લીધે જ તો વિધવા બની હું
ધર્મને લીધે જ માને બાપ ક્યાં છે ?
ઓ નરી ધર્માંધતામાં રાચનારા
શોધ ધોરી નસ...લે શોધી કાપ ક્યાં છે ?
ઝટ્ટ કહી હું કટ્ટ કદી કાપી જ નાખું
લાવ તારા હું પણાનું માપ ક્યાં છે ?
મારી નાખ્યા વોટ લેવા માણસોને
એ છતાં પણ એમને સંતાપ ક્યાં છે ?
કાલ સાંજે શ્હેરને સળગાવનારા
બોલ જલ્દી બોલ મારો બાપ ક્યાં છે ?
Chandresh Naaraj
No comments:
Post a Comment