Friday, 14 July 2017

ગીત

મારા ભીતરને અજવાળો ગુરુજી
મારા આતમને અજવાળો ગુરુજી

માયાને ના જાણી શક્યો હું
ને ના એ શબ્દ પારખી શક્યો
હું છું  નુગરો
તમે આ શબદના ઝળહળતા દીવા પ્રગટાવો
ને મારા આતમને અજવાળો ગુરુજી

શ્વાસની સાથે અંદર જાતું
શું છે એ નિરાકારી
ઝીણી ઝીણી ઝાલર વાગે ને અંતર રણઝણી ઉઠી
રુવે રુવે દીવા પ્રગટાવી
એ નિરાકારી ઓળખાવો ગુરુજી
મારા આતમને અજવાળો ગુરુજી

લોકો કહે છે લાખ ચોરાસી યોની ફર્યા ત્યારે આ યોની મળી
મારી આ યોનીનો ફેરો તમે સુધારો ગુરુજી
મારા આતમને અજવાળો ગુરુજી
મારા ભીતરને અજવાળો ગુરુજી

ભરત પ્રજાપતિ 'અદિશ'

No comments:

Post a Comment