***
ગીત -પ્રકાશ પરમાર
અજવાળું ઓશિંગણ તારું ,સુરજ તારો દાસ.
ઝળહળ ભીતર ઝળહળ એવું સ્વયં તું પ્રકાશ.
અંધારાના આખલાઓ ઉભે પૂંછડે ઉંચા કાન કરી આડેધડ ભાગે...!!
ખરીઓના ખખડાટથી રજોટાયેલી ઝાંખું જોતી મનબારીઓ જાગે...!!
હવડ ખૂણે જામી પડેલો ઓગળશે અજવાસ.
અજવાળું ઓશિંગણ તારું ,સુરજ તારો દાસ.
ભોં ફાડીને ફૂંટી નીકળશે ધરબાયેલાં ચહુદીશ ઝગમગ તેજફૂવારા...!!
રોમરોમથી વહેશે અઢળક અક્ષત અખિયાપાતર જેવી અમૃતધારા...!!
મહેંક મઘમઘે એવાં હળવા ફૂલ બનશે શ્વાસ.
ઝળહળ ભીતર ઝળહળ એવું સ્વયં તું પ્રકાશ.
(સુરત )
No comments:
Post a Comment