Saturday, 29 July 2017

ગઝલ

થોભકેવો ,લગાવ બંદા
દૂર મંજિલ ,પડાવ બંદા

રીત જગની જો,જાણ પહેલા
ગીત એવાજ ગાવ બંદા

ના ગયા આજ પણ એ દર્દો
ઘાવ પણ એજ તાવ બંદા

હુંજ તો ત્યાં પડયો છું તુજમાં
હાથ આપી ઉઠાવ બંદા

ચાખણું રૂપ નું લે આંખે
ને પછી ગટ્ગટાવ બંદા

છે જગત શું કહું હું તુજને
આવ બંદા ને જાવ બંદા

કાસિમ શેખ "સાહિલ "

No comments:

Post a Comment