Saturday, 29 July 2017

ગઝલ

તાજા-તાજા છે ઘાવ, બંદા,
યાદ છે એ બનાવ બંદા.

ફૂલ દિધેલું મેં તને જ્યાં,
યાદ છે એ તળાવ? બંદા.

ના મળે જો તને રસ્તો કોઇ,
માર્ગ જાતે બનાવ, બંદા.

એક ઠપકો પપ્પાનો ખાવા,
બાળપણ પાછું લાવ, બંદા.

ના નથી મળવું શ્વાસને, તું
લાશ જલદી સજાવ, બંદા.

ખુશ છે આજ-કાલ એક જણ,
યાદ મારી અપાવ, બંદા.

ઢોર,ખેતર ને ઘર ડુબેલું,
યાદ છે એ બનાવ? બંદા.

- વિપુલ અમરાવ

No comments:

Post a Comment