Saturday, 29 July 2017

ગઝલ

જાવ બંદા

ભાવ હાથે લગાવ બંદા
રાખડીને સજાવ બંદા

તાવ તારો ? ઉતાર સાચો!
રોગચાળો પડાવ બંદા

ભાય ભારો !હશે મદારી
સાપ ઝેરી ઠરાવ બંદા

આમ તો બોલતા ફસાયા!
પેટ ખાડો તળાવ બંદા!

ચાર વાતો લખી મગાવે
દાવ કેવો? હરાવ બંદા!

માપ રાખેલ ઓટલા દૈ!
કામ આવે કમાવ બંદા

સાવ સાદી ,ભણી-ભણેલી
બેન, બે-ચાર બનાવ બંદા

ખાતરી તોપની કરે સૌ
ધાવ તાજા છપાવ બંદા

તાતણો કાપતાં કરારો!
હાથ કાપી લખાવ બંદા

દેશ મારો મને ડરાવે?
ચાલ-ચાલાક !થાવ બંદા

જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા-25/07/2017
સમય:-10:30 રાત્રે

No comments:

Post a Comment