હું ( સ્ત્રી )
એ હતો પ્રેમ, કે પછી વ્હેમ?
કાઢ્યા ચાર દાયકા, કેમ?
એની માટે રહી સદા ઝાંઝવા સમ,
હતી પાસે, પણ લાગી જોજન દૂર, કેમ?
હતી ભરપૂર ઈચ્છાઓ ને આશાથી,
પણ લાગી તેને હું ખાલી, કેમ?
લાગ્યું હશે, છે આ અલ્પવિરામ,
પણ થઈ ગયો પૂર્ણવિરામ, કેમ?
વિચારું છું, હવે આપી દઉં રાજીનામું,
પણ નથી ખબર સરનામું, કેમ??
Thanks,
Alpa Vasa
No comments:
Post a Comment