Monday, 17 July 2017

ગઝલ

ટીપાં પડેલા એ જરા હળવેકથી અડતો હશે.
એકાંત શોધી,યાદ ઈશ્વરને કરી,રડતો હશે.

એનો હતો શું વાંક? તો શાને મળી છે આ સજા?
અન્યાય સામે ક્યાંક યુધ્ધો હાથથી લડતો હશે.

આપીને ખુદને દોષ ધિક્કારી હતી એ જાતને,
એણે વિચાર્યું કે,"મને મંગળ-શનિ નડતો હશે."

મારી રમતને કેટલી સહેલાઈથી એણે રમી,
કે કોણ જાણે ખેલ એની રીતથી ઘડતો હશે.

કારણ સજાનું પૂછવા,શોધ્યા ખુદાને મેં "વિવેક",
પણ માત્ર કારણ આપવા તો ક્યાં ખુદા જડતો હશે?

~વિવેક ચુડાસમા.

No comments:

Post a Comment