Saturday, 29 July 2017

અછાંદસ

એની ઘટ્ટ પાંપણ થી
સરકીને સવાર આવે
  ને પછી દિવસ આખો આસમાની
બંધ હોઠમાં સ્મિત ના
આગમન ની વધામણી
  ને પછી હવામાં મ્હેંક ગુલાબ ની
કોઇ નામ ધજા જેમ
ફરફરતું રહે દિનભર
  ને  મનમંદિરમાં ઝાલર આરતીની

માના વ્યાસ

No comments:

Post a Comment