છે સવાલો જ્યાં સમયના રોપાય અમથા ,
આંસુઓના દ્વાર ક્યાં રોકાય અમથા .
આભ વરસ્યું આજ શું ?વરસાદ વિના પણ,
ને ખબર ક્યાં કોણ ઘર ભીંજાય અમથા .
દર્દ ફ્ફડ્યું છે ઉદાસી લઈ ફરીથી
જે પડ્યા છે ઘાવ ,એ ઘૂંટાય અમથાં .
કોણ જાણે આજ કોના છે વિષાદો ,
સાવ સાચા શબ્દને ઉભરાય અમથા .
ખૂબ રોક્યા શ્વાસ ક્યાં રોકાય અમથા ,
મન રડે ને ભાવ સૌ છલકાય અમથા .
, નીતા ટુંડાયા "નવલ "
No comments:
Post a Comment