Saturday, 29 July 2017

ગીત

એક ઝાપટાની જેમ હવે મળવું નથી યાર, હવે મૂશળધાર મળીએ.

જો ને, સાવ બેશરમ થઈને જાહેરમાં કેવો બધાને અડે છે, આ વરસાદને ક્યાં કોઈ નિયમો નડે છે ?
દોસ્ત, વીતેલા દિવસોના વાદળો બંધાય છે અને પછી વરસ્યા કરે છે તારી યાદ,
તારી ને મારી ઉપર પડે છે, સેમ ટુ સેમ વરસાદ.

તારી સાથે વીતેલા સમયના બંધ તૂટે છે અને નદીઓ ઉભરાય છે,
આંખો ચહેરાના નીચાણવાળા વાળા વિસ્તારમાં આવેલી હોય, તેમાં કાયમ પાણી ભરાય છે.

એક કોફી શોપ આકાશે નાંખી દઉં ને પછી રોજ સાંજે તને ત્યાં મળું,
આપણે ભલે જોજન દૂર હોઈએ પણ આપણી વચ્ચે હંમેશા રહેશે કોમન એક વાદળું.

નિશાળે જતી વખતે જેમાં એક સાથે પગ મૂકતાં, એ ખાબોચિયામાં મળીએ

આપણી વચ્ચે કોમન રહેતી પેલી વોટરબેગના સમ, હવે મૂશળધાર મળીએ.

-ડૉ. નિમિત ઓઝા

No comments:

Post a Comment