Friday, 14 July 2017

ગઝલ

 
  ગઝલ ..

ખોટો ન અશ્રુ ધાર કર !

હું ક્યાં કહું સ્વીકાર કર ,
મારો જરા વિચાર કર .

આજે મને એવી  ગમે ,
આંખો  હવે તો  ચાર કર!

તારો થઈ હું ના શક્યો ,
તારો  ગણી ને પ્યાર કર .

રોજે ન તડપાવીશ તું !
સીધો જ દિલમાં વાર કર !

એ શ્વેત ભૂલી જા એને , 
ખોટો ન અશ્રું ધાર કર !

મેવાડા ભાનુ "શ્વેત

No comments:

Post a Comment