દરીયાનાં નીર લઈ આવી ઓલી વાદળી
ભીતર આકાશમાં વરસી ઓલી વાદળી.
રુમઝુમતા વાયરા મીઠી સુગંધ લઈ
ધબકારમાં ક્ષણ ક્ષણ વ્યાપી ઓલી વાદળી.
અંબરની નીચે ખુલ્લા આંગણમાં
પગલાંની જાત થઈ ફરતી ઓલી વાદળી
નવો ઉમંગને નવાં અજવાળાં
લીલોતરી મારામાં કરતી ઓલી વાદળી
જીવતરના રાહને ઝળહળતો કરવા
શ્વાસોના શ્વાસમાં સરતી ઓલી વાદળી
ભરત પ્રજાપતિ 'અદિશ'
No comments:
Post a Comment