આ વાદળ રૂનાં ઢગલા જાણે ,
ઊડે એવા ધોળાં બગલાં જાણે .
ન્રુત્ય કરતાં રૂમઝુમ રૂમઝૂમ ચાલે ,
નભ ઝરૂખે ચંન્દ્રમાનાં પગલાં જાણે .
હોય વરસાદે ભીંજાયેલાં ભલે પણ ,
મક્કમતાથી માંડેલાં ડગલાં જાણે .
ઉત્સાહ અનેરો હેયામાં લઇને આવે ,
ભોજન પીરસનારાં સગલાં જાણે .
સંગે સંગે મનને પણ દોડાવે 'જશ '
લાગે આભે ઊડતાં ચકલાં જાણે .
જશુ પટેલ
દિલ્હીથી અમદાવાદ વિમાન પ્રવાસ દરમ્યાન
બારીની બહારનાં વાદળોનાં મનોહર દ્રશ્યો
નિહાળી મનમાં રચાયેલ શબ્દાવલી
૧૨-૦૭-૨૦૧૭
No comments:
Post a Comment