Wednesday, 19 July 2017

ગીત

हरिगीत = गागालगा गागालगा गा, गालगा गागालगा

કોઈ અહીં કાયમ નથી તું જોઈ લેજે ઓ હૃદય,
દુઃખી થઈ પંચાતમાં તું ભીતરે કરતો પ્રલય.
ટૂંકી કરી રાતો અને જો સૂરજે પડ ખોલિયા
તુજ આંગણે પણ ઢાળશે એ ગાઢ કિરણો ઢોલિયા.

સામો થઈ ઊભો સમય ના રોક એને આવતા,
છૂટી ગયેલી પળ મહી તું શીખ શમણાં વાવતા.
ઝુકાવ જે એ ધડ અહ્મના શૌર્ય લઇ અણમોલિયા,
તુજ આંગણે પણ ઢાળશે એ ગાઢ કિરણો ઢોલિયા.

હથિયાર તારા શબ્દ છે મા શારદેની શાન તું,
અક્ષર જરા ફફડાવ આજે આ કલમની તાન તું.
ટાંકી સ્વ હસ્તાક્ષર હવે ત્યાં છાપ ગ્રંથો તોલિયા,
તુજ આંગણે પણ ઢાળશે એ ગાઢ કિરણો ઢોલિયા.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment