આપણા સંબંધને લોક નામ આપશે,
શ્વૈરવિહારી અશ્વોને લગામ આપશે !
રાત દી'નો ફર્ક એમાં પડે છે રીતથી
દૂરથી કે પાસથી એ સલામ આપશે
પ્રેમનો જો પ્રશ્ન હો તો બધું ય ગૌણ છે
ધોબીનો એ વિચિત્ર ન્યાય રામ આપશે?
ભીડના એકાંતમાં ક્યાંક ગુમ થઈ જાશું
મોત મિત્ર છે અને તે મુકામ આપશે.
ચાલશે નહીં રાહ જોયા વિના 'મંથન' હવે
આ સમય ઈલાજનું ક્યાંક ધામ આપશે.
----- મંથન ડીસાકર
No comments:
Post a Comment