Wednesday, 19 July 2017

ગઝલ

મૂછનાં વળ ઉતારો જેસલ,
તો દેખાશે આરો જેસલ.

ક્યાં સુધી ઉપાડી ફરશો?
મનછાઓનો ભારો જેસલ.

તંબૂરાનાં તારા આગળ,
બુઠ્ઠા સૌ હથિયારો જેસલ.

એકલ આવ્યા એકલ જાશું,
કોનો અહીં સથવારો જેસલ!

અજવાળાને ખેંચી લાવે,
અંતરનો કેદારો જેસલ.

હાથ બળે તો બળવા દેજો,
ભીતર ભડકો ઠારો જેસલ.

ભવસાગરની પર ઉતારે,
અલખનિરંજન નારો જેસલ.
         
કવિ-જુગલ દરજી 'માસ્તર'

No comments:

Post a Comment