#પૃથ્વી છંદ#
જસજસયલગા
જભાન સલગા જભાન સલગા યમાતા લગા
લગાલ લલગ લગાલ લલગા લગાગા લગા
##આજ તો##
તમામ અરમાન રેત થઈને ખરે આજ તો,
પછી નયનથી જ આંસુ થઈને સરે આજ તો.
હવા થઈ ગયા બધા અમરતા તણાં ખ્વાબમાં,
છતાં મરણથી બધા સતત શા ડરે આજ તો.
કરી પ્રણય જો હવે તરત એ ફરી જાય છે,
હવા સખત બેવફા સનમની ફરે આજ તો.
દિલે અગન લાગતી વિરહની જરા પ્રેમમાં
અને સતત આંસુ આંખ દરિયે તરે આજ તો.
બની ભગત એ ફરે ; જગતને છળે ધૂતરો,
અને જગત અંધ થૈ ભજન છે કરે આજ તો ?
-સંદીપ ભાટીયા "કવિ"
No comments:
Post a Comment