Friday, 14 July 2017

ગઝલ

હવામાં પમરાટ બની ફેલાઇ જાઉં
ઝરણું બની ખળખળ રેલાઇ જાઉં

સ્વાર્થમાં જ સહુ રચ્યા પચ્યા રહેતા
ચાલ આજે જાણી જોઈ છેતરાઈ જાઉં

મૂલ્યનિષ્ઠ માનવ જવલ્લે જોવા મળતા
ચાલ એમની સાથે હું પણ જોડાઇ જાઉ

પરિવારની પરિભાષા જ બદલાઈ ગઈ
ચાલ ફરી પાછો ભાઇ ભાંડુથી ઘેરાઈ જાઉં

બીજાની ભૂલ જોવાની ટેવ બદલી નાખું
જાતને જ સુધારવામાં પરોવાઈ જાઉં

દિલીપ શાહ

No comments:

Post a Comment