*પાન-પિચકારી:એક આદતકથા*
અમોને તો ચાવવાની આદત પડી છે,
એમાંય પાછળ આ મોંઘવારી પડી છે.
ન નાખો હાથ કોઈ હથેળીમાં યારો,
બસ આ જ તો આદતની પહેલી કડી છે.
બાધા રાખી શરત કરી છૂટવા કાજે,
પાન-પિચકારી પણ રગેરગમાં ચડી છે.
થઈ રહી છે અસર એની બેઅસર હવે,
તરછોડી એકને ત્યાં જ બીજી જડી છે.
મસળું છું જ્યારે જ્યારે હથેળી મારી,
બંધ કરાવવા કરગરતી પત્ની રડી છે.
મૂકો હવે મસાલો ફાકી પાન માવા,
જરી જુઓ તો ખરાં કેવી દાઢ સડી છે!
'જાગ્યા ત્યાંથી સવાર' ગણી લો ને દોસ્તો,
પરિવાર માટે એ જ સોનેરી ઘડી છે.
*- સંજય બાપોદરિયા 'સંગી'*
*મોરબી*
No comments:
Post a Comment