Friday, 14 July 2017

અછાંદસ

હળવે થી હવા ને, તમે હાથ માં લો
ને પછી જ હાથ ને એલા, બાથ માં લો
તમે નહિ માનો પણ ઉડી જશો કે
ભલા,જરાં એ પવન તમે શ્વાસ માં લો
હળવે થી જળ માં
તમે પગ માંડો
ને પછી એ પગ ના
ડગ ,તળે જળ છાંટો
ખરેખર, ન માનો
પણ તરી જશો
જરાં , એ જ પાણી તમે સ્પર્શ માં લો
હળવે થી જરાં
માટી ની મુઠ્ઠી ભરો
ને પછી , માટી ની
મહેક ને માપો
અરે,ખરાં માપે
તમે ઊગી જશો
જરાં ,માટી ની મહેક તમે હાડ માં લો
હળવે થી આંખ ખોલી, આકાશ ભાળો
ને પછી,એ આંખ ની વિશાળતા જુઓ
તમે નૈ માનો પણ
કૂદી જ પડશો !
ભલા, એકવાર આંખ્યું ઉઘાડી ને ચાલો
                                               ઝલક

No comments:

Post a Comment