*બાળગીત*
ભેંસ ઊભી ભાગોળે
સીમના ગીત વાગોળે
ડોબું આંચળ વળગ્યું છે
સીમનું ગીત ફૂટ્યું છે
સીમને પાંદડા ફૂટ્યા છે
દેખી તળાવ રુઠ્યું છે
ગીતનો રંગ, ધનુષ રંગ
ડોબું હરખે છે ઉમંગ
ડોબું કુદે ગેલ કરે
દેખી સુરજ ક્રોધ કરે
ભેંસ ગઈ તળાવમાં
ડોબું વડની છાંવમાં
કાબર આવી કાબર આવી
ભેંસની પૂંઠે લાંબી તાણી
એને મન તો ટાપુ છે
ચારેકોર દરિયો છે
ભેંસને ગમ્મત સુઝી છે
જાતે જળમાં ડૂબી છે
કાબરની નાવ ડૂબાણી
દેખી માછલી ફૂલાણી.
== મંથન ડીસાકર (સુરત)
Friday, 14 July 2017
ગીત
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment