ગઝલ
મટકું પણ જે મારી ન્હોતી,
પાંપણ કાં એ ઢાળી બેઠાં?
વાત હતી જે નજર સુધીની,
હ્રદય લગી એ વાળી બેઠાં.
આગમન તમારું છે એવું,
અંધારામાં ભાળી બેઠાં!
મનની મારાં,મનમાં રહી ગઇ,
વાત સિફ્તથી ટાળી બેઠાં.
અભાવ હતો,જે જીવનમાં
ભાવ મળ્યો,તો ખાળી બેઠાં.
આગ ઠરે આ,આજે કાલે!
આયખુ આખું બાળી બેઠાં!
પોતાનાંને હડસેલીને,
પારકાં પંપાળી બેઠાં.
જન્મોજનમ રહીશુ સાથે,
"નટ્વર"વટ એ,પાળી બેઠાં!
@નટ્વર ટાંક જૂનાગઢ.
No comments:
Post a Comment