પહેલાં પ્રથમ એને ખાળી દીધું,
રહ્યું સ્વપ્ન એ બાળીઝાળી દીધું.
કદી શેર વચ્ચે કદી કાફિયે,
સ્મરણને ય કેવું તે ઢાળી દીધું.
તને પામવાના પ્રયત્નો જ છે,
મેં મારાપણુ ક્યાં ઉછાળી દીધું.
ન શબ્દો ય બેસી શક્યા પીઠ પર,
જરા વારમાં પદ ઉલાળી દીધું.
નર્યુ નીતર્યુ પામવા સતને મેં
અસત્ ને વધુ ગાળીચાળી દીધું
ભરત ભટ્ટ
No comments:
Post a Comment