Saturday, 15 July 2017

ગઝલ

મન તણા મોહક મિનારા હોય છે!
અર્થ  કાયમના ઠગારા હોય છે!

સાવ સ્હેલી જીંદગી, જો હો  સમજ,
સમયના  મોઘમ ઈશારા હોય છે!

સાવ સ્વાભાવિક દગાબાજી બધે,
લાગતું તો પણ એ મારા હોય છે!

જીભમાં ગળપણ સતત રસ્યા કરે,
ચેતજે, બળતા તિખારા હોય છે!

થાય ભૂલો જીવડા,  જાતું  કરો,
ભૈ બધા કૈં ના, નઠારા હોય છે!

હોય સંતોષી, જે જીવે નેમથી,
એમના સઘળે ઉતારા હોય છે!

છે ફકીરીની  અમીરી મૌજ શી,
હાથે ડમરુ  એકતારા હોય છે!

---------------હેમા ઠક્કર "મસ્ત "     15-7-17

No comments:

Post a Comment