शाम-ए-महेफिल !
એકલદોકલ આવન જાવન, ઝરમર વરસે સાવન
ઉપવન ન્હાતું, ઝરણું ગાતું, તોય કોરું આ મન
પાંપણ ને નેવેથી ટપકે સ્મરણો કેવાં કેવાં !
ઉજાગરા સૌ ટોળે મળીયા, વિરહ હજી શું સહેવા
મુરઝાઈ ઈચ્છાની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ.. એકલદોકલ..
ગગન ઝરૂખે ઘન ગાજે આ કાજળ શા અંધારે
મધુમાલતી મ્હેકી રહી, પણ તમે આવશો ક્યારે?
ભણકારા, ભણકારાનું બસ, આ તે કેવું ભારણ.. એકલદોકલ..
– વિહાર મજમુદાર
No comments:
Post a Comment