ચાલ્યાં જશું પળમાં એકવાર મળી તો જો,
સ્વયં ભળશું કળમાં એકવાર મળી તો જો.
ઊછીના એવા અણમોલ શ્વાસ જીવી લઈ,
જરી મળશું ભળમાં એકવાર મળી તો જો.
થશે ઊજાસ કયાંથી! તિમિર વિચાર તોડીને,
આતમને ગોતશું તળમાં એકવાર મળી તો જો.
ખુદના જ મનનો પરિચય મેળવી લઇએ,
પછી રહેશું વળમાં એકવાર મળી તો જો.
એટલા ખાતર સૂરજનું સ્થાન જોયું છે,
કે નમશું જળમાં એકવાર મળી તો જો.
પલ્લુ.....
No comments:
Post a Comment