Saturday, 1 July 2017

ગઝલ

વરસાદમાં પગલા નવા હોય છે,
વરસાદમાં તારી દુઆ હોય છે.

વરસાદમાં પણ કોણ આ સાંભળે?
વરસાદમાં તાજી હવા હોય છે,

વરસાદમાં હું એકલો તડપતો,
વરસાદમાં જાણે મજા હોય છે.

વરસાદમાં પાણી વહે આંખથી,
વરસાદમાં જો ઝાંઝવા હોય છે.

વરસાદમાં "આભાસ" યાદો ભરી,
વરસાદમાં આંખો ફિદા હોય છે.

-આભાસ

No comments:

Post a Comment