Friday, 14 July 2017

ગીત

ગમ્મે તે થાય : ગીત

ગમ્મે તે થાય પણ ઈંગ્લીશ તો બોલવાનું જ ...

ધોતિયું તો પ્હેરતાં ના આવડ્યું કદીયે ને
લેંઘાને મુક્યો મેં બાજુએ ...
સીવડાવ્યા સદરા ને શર્ટ કાઢી નાખ્યા ને
સૂટને ય મુક્યો મેં બાજુએ ...
બોલો જર્સી ને જીન્સ તો પહેરવાનું જ ...
ગમ્મે તે થાય ...

વ્યાકરણ ના આવડે ને જોડણીમાં ભૂલો ય થાય ...
જેમતેમ ગુજલીશમાં કરવાનું ટાઈપ ...
ફોર જી ના મોબાઈલને લઈને મથું હું રોજ રોજ ...
પાછું ઝીણું ઝીણું કરતા જવાનું ટાઈપ ...
ફેસબુક, વ્હોટ્સએપ માં પોસ્ટ તો કરવાનું જ ...
ગમ્મે તે થાય ...

ગમ્મે તે થાય પણ ઈંગ્લીશ તો બોલવાનું જ ...

- હરિહર શુક્લ
  ૧૦-૦૭-૨૦૧૭

(વિવરણ માટે)

No comments:

Post a Comment