Friday, 14 July 2017

હાઈકુ પંચમ

ભૂત/વર્તમાન ના લઘુ કાવ્યો

૧ : ભૂતકાળને
     ખોળું છું દરિયામાં :
     નભે ભવિષ્ય !

૨ : ક્ષિતિજ પર
     બિંબ વર્તમાનનું :
     નહીં ઉગે શું ?

૩ : ભૂતકાળને
     દાટયો ધરતીમાં , ને
     સળગાવ્યું ભવિષ્ય !

૪ : ભૂત શિખર
     પર : વર્તમાનને
      ચાંપી પગમાં ...

૫ : ભૂતકાળને
     દાટ્યો ધરતીમાં , ને
     વર્તમાનની
     કાંડીને સળગાવી
     સળગાવ્યું ભવિષ્ય !

- હરિહર શુક્લ
  
  ૧૯-૧૧-૨૦૧૬
   ૦૯-૦૭-૨૦૧૭

No comments:

Post a Comment