Monday, 17 July 2017

ગઝલ

એજ ઘટના કરે ખડું તમને,
હું જ ખોવાઈને જડુ તમને.

ઓરડામાં  છું  કેદ  કલ્પોથી,
ભીંત સમજીને આથડુ તમને.

લોકને મન હું ઠોઠ થઈને ઠરું,
મારી ઈચ્છા છે આવડુ તમને.

બોલુ પણ બોલવા નથી શબ્દો,
માત્ર બબડુ છું ,બડબડુ તમને ?

આ ગઝલ ક્યાં ગઝલ ગણાવુ છું,
આમ અર્પણ આ બોબડુ તમને. 

          ભરત ભટ્ટ

No comments:

Post a Comment