દિલથી કરું છું,પ્રેમ તોય કહી નથી શકતો,
સન્મુખ હોય તમે તોય કહી નથી શકતો,
લાગણીની વર્ષારાણી અનરાધાર વર્ષે,
થાય વીજળી દિલમાં તોય કહી નથી શકતો,
મૌનભાષામાંથી શબ્દોની સરિતા વહે,
લખી નાખું કવિતા તોય કહી નથી શકતો,
હરિના હિંડોળે લીલી જાજમ બિછાવી બેઠો,
સંગેમરમરની પુતળીને તોય કહી નથી શકતો,
ઐરાવતની અમૃત પાન કરાવી અંબાડી સજાવી,
દિલનગર સિટીમાં પધારવા તોય કહી નથી શકતો,
મૂલ્યવાન મુખડામાં લાગણીઓ સમાવિષ્ટ રાખી,
ભાવવિભોર કરું તારી ઈબાદત તોય કહી નથી શકતો,
અલ્લાહ,ઈશ્વરના પૂતળા હું ને તું જ છીએ,
"અઝીઝ"ની ઉત્તમોત્તમ લાગણીઓ તોય કહી નથી શકતો,
ભાટી એન "અઝીઝ"
No comments:
Post a Comment